રવિવાર, 14 માર્ચ, 2010

આ હોળી "બિચારી" થઈ ગઈ

ક્યારેક શેરી મ્હોલ્લામાં "ઉજવાતી" હતી,
આજે પાર્ટી-પ્લોટમાં "રમાતી" થઈ ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક દિયર-ભાભીની વચ્ચે ખૂબ પ્રેમથી "ઉજવાતી" હતી,
આજે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાં "રમાતી" થઈ ગઈ..
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક 'ફાગ'રૂપે "ગવાતી" હતી,
આજે ડી.જે.માં "ખોવાઇ" ગઈ..
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક ખજુર-ધાણી-ચણા "સેવ-મમરા" સાથે "ખવાતી" હતી ,
આજે "save environment" અને "save water" સાથે "ચવાઈ" ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક અબીલ-ગુલાલ- કેશુડે "રંગાતી" હતી ,
આજે "કેમિકલના રંગોમાં "ડઘાઈ" (ડાઘવાળી) ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક આગમાં "પ્રગટતી" હતી ,
આજે શબ્દોમાં ગંઠાતી થઈ ગઈ....
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક કલમ-ખડિયા વડે ગ્રંથોમાં "વર્ણવાતી"
આજે facebook પર લખાતી થઈ ગઈ....
આ હોળી "બિચારી" થઈ ગઈ...

1 ટિપ્પણી:

  1. ભાઈ... આ તમે જે નોટ શેર કરી છે... એ મેં બે વર્ષ પહેલા ફેસબુક પર જાતે લખીને શેર કરેલી.. મારી પાસે એની કોપી પણ પડી છે... ક્રેડિટ આપવા જેવુ કઈં તમારામાં હોય ???

    જવાબ આપોકાઢી નાખો