રવિવાર, 14 માર્ચ, 2010

Holi

જિંદગીએ એમ તો ઘણાં રંગ છાંટ્યા
ને પ્રયત્નો કરી જોયા મને રંગીન બનાવા ના,
ક્યારેક નીલો તો ક્યારેક પીળો,
આસમાની અને ક્યારેક કાળો,
કેસરી ને પછી ક્યારેક લીલો,
જાંબુડી ને શ્વેત પણ ક્યારેક,
પણ તે છાંટ્યો હતો ને એક વાર મુઠ્ઠીભર ગુલાલ!
એ હજી સાચવ્યો છે હોં મેં હૃદયમાં,
હર વર્ષે હોળી આવે થોડો વહાવી દઉં છું રક્તમાં..
કદાચ એટલે જ રહું છું હું ગુલાબી, હમેંશા.

1 ટિપ્પણી:

  1. Rajan Soni Says:
    આપ સહુને હોળીની ખુબ ખુબ શુભકામનાઓ! હોળીનો રંગ જિંદગીમાં છવાતો રહે અને સર્વ દિશાઓમાંથી સુખ,શાંતિ ને સંતોષ મળતો રહે. રંગ બરસે...મન તરસે..

    જવાબ આપોકાઢી નાખો