ભાઈબંધ સાવ ખોટી ઉમ્મીદ લઇ ને બેઠો’તો
‘કેટરીના ને જ પૈણવું’ એવી જીદ લઇ ને બેઠો’તો.
મેં કીધું, “ભાઈ, નખરા મેલ ને એની હાઈટ તો જો,
હીરો લોકોમાં પણ એના માટે થાય છે ફાઈટ તો જો”
એ કહે કે,’ બોસ મેં વિચારી લીધું એટલે ફેંસલો,
ભલે ને સામે સલમાન, રણબીર ને આ પા હું એકલો’
મેં કહ્યું, “મગજ તો ઠેકાણે છે ને કે Are you Crazy?,
એને બરાબર હિન્દી નથી આવડતું ને તને બરાબર અંગ્રેજી.”
એ કહે ‘લગન તો થવા દે પછી બધું જ સરસ લાગશે,
અરીઠા લાગશે આસવ ને ચા-કોફી ચરસ લાગશે. *
ને પછી તો દરેક પિક્ચરમાં હું અને તારા ભાભી,
ક્યારેક શુટિંગ માટે ન્યુયોર્ક તો ક્યારેક અબુધાબી.
હું બની જઈશ મોટો સુપરસ્ટાર અને પછી
સલમાન, રણબીર ને બતાડીશ એમની ઔકાદ.’
“જલ્દી તૈયાર થા” રસોડે થી એની મમ્મી એ કહ્યું,
“છોકરી જોવા જવાનું છે ને આજે…બોટાદ”
રવિવાર, 14 માર્ચ, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Pratik Says:
જવાબ આપોકાઢી નાખોSuper ekdam Rajan!...jordaar
Aap sahu na laadila Prerak bhai ne pan namra vinati chhe ke ek manko temana taraf thi pan raju kare...
Prerak Says:
જવાબ આપોકાઢી નાખોJordaar Rajubhai. Maja aavi gai.... Ghana badha loko na ej haal chhe... :)
aapdo manako pipeline ma chhe. tunk samay ma raju thashe.
અદ્ભુત કવિતા!
જવાબ આપોકાઢી નાખોhttp://saksharthakkar.wordpress.com/2009/11/16/%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%87%E0%AA%AB/
જવાબ આપોકાઢી નાખોબોસ કોપી પેસ્ટ કરો છો તો લીંક તો આપો... :)
sorry sakshar.. we have private email conversations with gazal lover friends where we forward diff gazals etc and from there, we created this blog for outside public. it might be possible that we might have forgot to put yr name here, but we put it yr name in that email conversation. hope u don't mind..
જવાબ આપોકાઢી નાખો@sakshar:
જવાબ આપોકાઢી નાખોનામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે,
આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે ;-)
નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
જવાબ આપોકાઢી નાખોઆખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે
-હેમંત પુણેકર