આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Dipak Said:
જવાબ આપોકાઢી નાખોWah …kaviraj!
http://www.youtube.com/watch?v=Q8W71X367-g
જવાબ આપોકાઢી નાખો"આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો" rachnaa is mine. i am poet.
જવાબ આપોકાઢી નાખો