જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
-આસીમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Rajan Said:
જવાબ આપોકાઢી નાખોમિત્રો ,
હમણા છાપામા કોલેજ ચાલુ થઈ એના પેહલા દિવસ નો ફોટો જોયો. એના પરથી મને મારો કોલેજ નો પહેલો દિવસ યાદ આવિ ગયો અને સાથે કોલેજની ખાટી-મીઠી યાદો પણ.
જોગાનુજોગ એ છે કે અમારી ૧૯૯૯ બેચવાળાઓ માટે ૧૦ વર્ષ પુરા થયા આ વાત ને અને સાથે નવા આજીવન મિત્રો મળ્યા એ વાત ને પણ.
તો થયુ આજે દોસ્તોને કોલેજની યાદો જરા તાજી કરાવી દઈયે. તો આજની આ ખુબ જાણિતિ ગઝલ "જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે" આપની સમક્શ રજુ કરુ છું. મજાની વાત એ છે કે તમે આ ગઝલ તમારી કોલેજ કાળ ની કોઇ "લીલા" ને મન સમક્શ રાખી વાંચશો તો એનો આનન્દ અનેક ઘણો વધી જશે.
Rajan Said:
જવાબ આપોકાઢી નાખોઆજનો શેરઃ
કો’ક આવી દઈ ગયું તારી ખબર વરસો પછી, થઈ ગયું રોશન ફરી, દિલનું નગર વરસો પછી;
મારી ગઝલો આજ તારી, આંખ છલકાવી ગઈ, ચાલ આખર થઈ તને, મારી કદર વરસો પછી.
Prerak Said:
જવાબ આપોકાઢી નાખોWah rajubhai wah. College na divaso yaad karavva badal khub khub aabhar.