બંધ આંખોમાં શમણું સજી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું
ફૂલના પવનના, સાંજના પ્રણયના,
મનના તરંગના, સૂરના સનમના
રંગો સાતે કોઇ રંગી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું
મહેકે શ્વાસોમાં ભીના ચમન,
તારી સુગંધમાં ભાન ભૂલે છે મન
છમછમ ઝાંઝર વાગે મધુરા,
સરસર પાલવ સરકે અધૂરા
મારા ખોબામાં કમળ ખીલી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું
હૈયાના દેશમાં તોરણ બંધાયા
વ્હાલના ઉમંગના અવસર આવ્યા
તેં એક અનોખી દુનિયા વસાવી
મારા જીવનને સોળે શણગારી
મારું ઘર આજે સ્વર્ગ બની ગયું
મારું દિલ આજે મારું નથી રહ્યું
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Nilesh Pandya Said:
જવાબ આપોકાઢી નાખોવાહ વાહ વાહ.
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું; ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
Wah wah …….