શનિવાર, 28 નવેમ્બર, 2009

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી બધું ઓફીસમાં જ ઉજવાય છે.
અ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે
લગ્નની ની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?......

પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,
પત્ની નો ફોને બે મિનીટ માં કાપીએ પણ ક્લાયન્ટ કોલ ક્યાં કપાય છે
ફોન બૂક ભરી છે મિત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે
હવે તો ઘર ના પ્રસંગો પણ હાલ્ફ દય માં ઉજવાય છે
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?......

કોઈને ખબર નથી અ રસ્તો ક્યાં જાય છે
થાકેલા છે બધા છતાં, લોકો ચાલતા જ જાય છે
કોઈક ને સામે રૂપિયા તો કોઈકને ડોલર દેખાય છે
તમે જ કહો મિત્રો સુ આને જ જિંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?......

બદલાતા આ પ્રવાહ માં અપના સંસ્કારો ધોવાય છે
આવનારી પેઢી પૂછશે સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલ ને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે,
ચાલો જલ્દી નિર્ણય લઈએ મને હજુય સમય બાકી દેખાય છે

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે

ને ફરી તમારી યાદ આવી – વિકાસ મકવાણા

દિવસ ઢળ્યો, સંધ્યા સમી અને રાત આવી,
ઊંચે આભમાં ચંદ્રને જોયો ને તમારી યાદ આવી.

ગગનનો પૂર્વ પ્રદેશ ઝળક્યો અને ધુમ્મસ ભરી સવાર આવી
રંગબેરંગી પુષ્પોને જોયાં ને તમારી યાદ આવી.

વસંતના એ શીતળ સમીરમાં હૂંફ સાંપડનારી બપોર આવી
કોયલનો મધુર ટહુકો સંભળાયો ને તમારી યાદ આવી

સુરજના એ સોનેરી કિરણોને સમેટી લેનાર સલુણી સાંજ આવી
તમારા હોવાનો અહેસાસ થયો ને તમારી યાદ આવી

અમે તો દિવસમાં ઘણી વખત યાદ કર્યાં તમને
બસ એટલું જ પૂછું છું તમને કદી અમારી યાદ આવી ?

ફરી દિવસ ઢળ્યો, સંધ્યા સમી અને રાત આવી,
ઊંચે આભમાં ચંદ્રને જોયો ને ફરી તમારી યાદ આવી.

- વિકાસ મકવાણા

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

જગમાં જે જે દુર્જન છે.

હારમાળાના સૌ મિત્રોને મિચ્છામી દુક્કડમ્ - સંવત્સરીની ક્ષમાપના..
સંવત્સરીના આ પવિત્ર દિવસે એક નાની પ્રાર્થના કરી આ મણકો પુરો કરુ છું.

જગમાં જે જે દુર્જન છે,
તે સઘળા સજ્જન થાઓ,
સજ્જન જન મન સુખ દઇ,
શાંતિનો અનુભવ થાઓ,

શાંત જીવો આધી-વ્યાધીને,
ઉપાધીથી મુક્ત બનો,
મુક્ત બનેલા પુરુષો તમ આ,
સકળ વિશ્વને મુક્ત કરો.

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે -ખલીલ ધનતેજવી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

-ખલીલ ધનતેજવી

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે - નરસિંહ મહેતા

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી તારી મા....

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે...
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે... કાનજી તારી મા....

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી' પહેરાવતાં રે...
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ' છોડાવતાં રે... કાનજી તારી મા....

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે...
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે... કાનજી તારી મા....

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે...
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...
એટલું કહેતાં નહી માને તો ગોકુળ મેલી દેશું રે.. કાનજી તારી મા....

નરસિંહ મહેતા

ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચેટ થઈ ગઈ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો

જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે. -મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લજ્જત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

- મરીઝ

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે -મુનિ શ્રી ચિત્રભાનુ”

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારું ન્રુત્ય કરે,
એ સંતોના ચરણ કમલમાં મુજ જિવનનું આધ્ય રહે.

દિન દુખીયાને ધર્મ વિહોણા દેખિ દિલમાં દરદ રહે,
કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે.

માર્ગ ભુલેલા જીવન પથીકને માર્ગ ચિંધવા ઉભો રહું,
કરે ઉપેક્શા એ મારગની તોયે ક્શ્મતા ચિત ધરું.

માનવતાની ધર્મ ભાવના હૈયે સહુ માનવ લાવે,
વેરજેરના પાપ તજીને મંગલગીતો એ ગાયે.

કેટલાંક મુક્તકો

સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !

----------------

પ્રેમ મા એક ગોટો નિકળ્યો,
ધાર્યા કરતા બહુ મોટો નિકળ્યો,
આખી દુનિયા સાથે એક્લે હાથે લડી લેત,
પણ નસીબ એવા કે પોતાનો જ રુપિયો ખોટો નિકળ્યો.

------------------

દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો,
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો,
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
બાકી દરેક ના નો અર્થ “ના” નથી હોતો.
------------------

Na sarovar ma dubya , na samandar ma dubya.
Dubi gaya tamari ankho ni jheel ma,
Ek jotish ni kaheli vaat che,
Mane sacche j pani ni ghaat che…

Aa prem ni ramat pan kamaal che
haar hoy ke jeet ek sarkhi dhamal che
nirala ena niyam,nirali eni chaal che
harela to thik tema jeetela pan behaal che…

Lakhi lejo hatheli ma naam maru,
sneh na desh ma che dhaam maru
Koik divas jo taras lagse tamne,
hatheli thi pani pita yaad aavse naam maaru.

Sagar puche reti ne : Bhinjvu tane ke kem?
Sagar puche reti ne : Bhinjvu tane ke kem?
Reti mann ma roi padi : Aam kai puchi puchi ne thata hase prem

jane chhe chata anjan bane chhe ,
aevi rite shu kam mane heran kare chhe ,
mane puche che ke tane shu game chhe ,
kavi rite kahu ke mane to tu game chhe

તમે પણ કહેશો કરામત કરી છે. - અમૃત 'ઘાયલ'

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી- તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે -ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે- બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો, ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે- હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને, કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી; ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા, રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં, વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય, રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે, ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, 'ઘાયલ', કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી, દલિતોની દોલત ઉચાપત કરી છે.

- અમૃત 'ઘાયલ'

મારું દિલ આજે મારું નથી રહ્યું

બંધ આંખોમાં શમણું સજી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

ફૂલના પવનના, સાંજના પ્રણયના,
મનના તરંગના, સૂરના સનમના
રંગો સાતે કોઇ રંગી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

મહેકે શ્વાસોમાં ભીના ચમન,
તારી સુગંધમાં ભાન ભૂલે છે મન
છમછમ ઝાંઝર વાગે મધુરા,
સરસર પાલવ સરકે અધૂરા

મારા ખોબામાં કમળ ખીલી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

હૈયાના દેશમાં તોરણ બંધાયા
વ્હાલના ઉમંગના અવસર આવ્યા
તેં એક અનોખી દુનિયા વસાવી
મારા જીવનને સોળે શણગારી

મારું ઘર આજે સ્વર્ગ બની ગયું
મારું દિલ આજે મારું નથી રહ્યું

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, -જમિયત પંડ્યા

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.

ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે :
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો !

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન, ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ-
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો.

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.

- જમિયત પંડ્યા

માભોમ આવે -દિલીપ આર. પટેલ

માભોમ આવે-
પરદેશમાં માભોમ કાજે હોમસીક કવિ દિલ મીઠી મૂંઝવણ અનુભવે છે.

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે
હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે
હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના
ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે

પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે
હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે

હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર. સારવારે
જોઉં તરત “કેમ છો” શબ્દ પડઘા થઈ આવે

ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે
ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે

ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે
ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે

લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે
ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે

કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે
સફાળો જાગું “જાગો રે” પ્રભાતિયે સાદ આવે

ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટના મેળે
મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે

ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમ આવે
દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇ આવે

- દિલીપ આર. પટેલ

ગગનવાસી ધરા પર…. - નાઝીર દેખૈયા

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

દરેક ખુશી છે અહિ લોકો પાસે, પણ હસવા માટે સમય નથી...

દરેક ખુશી છે અહિ લોકો પાસે
પણ હસવા માટે સમય નથી...
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી...

મા ના હાલરડાં નો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી...
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી...

બધા નામ મોબઈલ મા છે પણ
મિત્રતા માટે સમય નથી...
પારકા ઓ ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી...

આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી...
દિલ છે ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી...

પૈસા ની દોડ મા એવા દોડ્યા
કે થાકવા નો પણ સમય નથી...
પારકા અહેસાનો ની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપના ની જ કદર નથી...

તુ જ કહે મને એ
શુ થશે આ જિંદગી નુ...
દરેક પળે મરવા વાળા ને
જિવવા માટે પણ સમય નથી..!!

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી.
રસ્તાની ગાયો હઠાવી તો જો.

ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો.
બીન લાદેનને આંગળી અડાડી તો જો.

ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.
મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.

ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી.
કોલેજની છોકરી એક પટાવી તો જો.

સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો.
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો.

ઓ હ્રદય, તેં પણ ભલા! -બરકત વીરાણી 'બેફામ'

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
- બેફામ

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે. -આસીમ

જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

-આસીમ

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી - બેફામ

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

-બરકત વીરાણી 'બેફામ'

યુગને પલટાવી ગયા

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો'તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

'સૈફ' આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?