તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવાડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ઘણું જુનુ એક ગીત જે આપણે ઘણી વાર સાંભળેલું હશે જે આજે "તારક મેહ્તા કા ઉલટા ચશ્મા" શ્રેણી નો એક ભાગ જોતા યાદ આવી ગયું. અત્રે યાદ કરવા જેવું કે "તારક મેહ્તા કા ઉલટા ચશ્મા" એ એક માસિક ગુજરાતી સામયિક "ચિત્રલેખા" ના એક લેખ "દુનિયા ને ઉંધા ચશ્મા" ઉપર આધારિત હિન્દી શ્રેણી છે. એક સમયે હું ચિત્રલેખાના અમુક લેખો(દુનિયા ને ઉંધા ચશ્મા, એલચી, પ્રભાતનાં પુષ્પો વગેરે)નો નિયમિત વાચક હતો.
જવાબ આપોકાઢી નાખો