બુધવાર, 6 મે, 2009

અરે પ્રભુ તે અગણીત નારી

અરે પ્રભુ તે અગણીત નારી અવની પર ઉપજાવી,
પણ મુજ અર્થે એક જ ઘડતા, આળસ તુજને આવી.

રસ્તે જાતી રામાઓનાં ટોળે-ટોળાં દેખું,
નીરખી ને નિઃશાસા નાખું, અભાગ્ય મારા લેખું.

વાસણની ઉતરવડને એક રાતુ વસ્ત્ર ઓઢાડું,
ઉભા છો વહુ એમ કહી મારા મનને રમાડું.

એક દોરડું લઇ એની વર-માળા વેષ બનાવી,
મારા ને ઉતરવડના મે કંઠ વિષે પહેરાવી.

કહ્યું ચાલો વહુ ચોળીમાં તમને આપીશ મુખ માગ્યું,
ખેંચાયાથી ખસી પડી, વાંસામાં મુજ ને વાગ્યું.

1 ટિપ્પણી:

  1. લોક લાગણીને માન આપી ને આ કવીતા લખી રહ્યો છુ. જોકે આ અદભુત્ કવીતા ના રચયિતા કોણ છે એની મને ખબર નથી.

    જવાબ આપોકાઢી નાખો