જતાં જતાં સનમ તું એટલું કામ કર.
મારા મોતના સામાનનો ઇંતેજામ કર.
ન મળ મને તું આમ સંતાય સંતાયને
કરવો હોય પ્યાર મને તો સરેઆમ કર.
કર્યા જે હસીન ગુન્હા આપણે પ્યારમાં.
હવે તે સર્વ આજ તું મારે નામ કર.
મશહુર થઇ ગયો છું હું તારા પ્યારમાં
તું આજ મને ભલે થોડો બદનામ કર.
પઢી નમાજ ને કરી છે તેં બહુ બંદગી
મંદિરમાં જા હવે તું થોડું રામ રામ કર.
સુઇ જા હવે તું નટવર શાંતિથી કબરમાં
જાગ્યો છે જીંદગીભર હવે તું આરામ કર.
-Natvar mehta
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો