અરે પ્રભુ તે અગણીત નારી અવની પર ઉપજાવી,
પણ મુજ અર્થે એક જ ઘડતા, આળસ તુજને આવી.
રસ્તે જાતી રામાઓનાં ટોળે-ટોળાં દેખું,
નીરખી ને નિઃશાસા નાખું, અભાગ્ય મારા લેખું.
વાસણની ઉતરવડને એક રાતુ વસ્ત્ર ઓઢાડું,
ઉભા છો વહુ એમ કહી મારા મનને રમાડું.
એક દોરડું લઇ એની વર-માળા વેષ બનાવી,
મારા ને ઉતરવડના મે કંઠ વિષે પહેરાવી.
કહ્યું ચાલો વહુ ચોળીમાં તમને આપીશ મુખ માગ્યું,
ખેંચાયાથી ખસી પડી, વાંસામાં મુજ ને વાગ્યું.
લેબલ અરે પ્રભુ તે અગણીત નારી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અરે પ્રભુ તે અગણીત નારી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
બુધવાર, 6 મે, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)